Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રમજીવી પરિવારની બાળકી સાથે રેપ અને મર્ડર કેસનાં આરોપીને ફાંસીની સજા

  • July 27, 2022 

પુણા વિસ્તારનાં શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીને બદકામનાં ઈરાદે ઉપાડી જઈને તેની સાથે બળાત્કાર તથા સૃષ્ટિ વિરુધ્ધનું પ્રયાસ કરી ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈને પુરાવાનો નાશ કરવાના ગુનામાં મધ્યપ્રદેશનાં આરોપી યુવકને એડીશ્નલ સેશન્સ જજએ કુલ 194 પાનાનાં વિસ્તૃત્ત ચુકાદો આપી આરોપીની વિરુધ્ધનો કેસ રેરસ્ટ ઓફ રેર માનીને હત્યાના ગુનામાં મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા ફટકારતો હુકમ છે.




જ્યારે ભોગ બનનારનાં પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 3 લાખ વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે. પુણા પોલીસ મથકના હદમાં ગત તા.12મી એપ્રિલની રાત્રે શ્રમજીવી પરિવાર સીતાનગર ચોકડી તરફ જતાં બ્રિજની નીચે ફુટપાથ પર સૂતો હતો ત્યારે તેમની 3 વર્ષ નવ મહિનાની સૂતેલી પુત્રીને મૂળ મધ્યપ્રદેશનાં વતની 31 વર્ષીય આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ મહેશસિંગ ગૌણ (રહે.વિશ્વકર્મા સોસાયટી, સેવનસ્ટાર સ્કુલનાં ધાબા પર, ભૈયાનગર પુણા) નાએ ખભા પણ નાંખી અપહરણ કર્યું હતું.




પુણાગામ ભૈયાનગર સેવન સ્ટાર સ્કુલ નજીક બાળકી જાગી જતા રડવા લાગી હતી. જેથી આરોપીએ બાળાનું મોઢું-ગળું દબાવીને સામે આવેલા ખુલ્લા પ્લોટનાં ખાડામાં પછાડી તેની સાથે બળાત્કાર તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ હત્યા કરીને લાશને ખાડામાં દાટીને પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો. શ્રમજીવી પરિવારની ફરિયાદ બાદ પોલીસે CCTV ફુટેજમાં આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ નજરે પડયા બાદ ગેટ એનાલીલીસના આધારે ઝડપીને પુછપરછ કરતા બાળકીની લાશ દાટી હતી તે જગ્યા બતાવી હતી.




પુણા પોલીસે આરોપી વિરુધ્ધ ઈપીકો-363, 376(એબી)377, 302, પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનાનો ઉમેરો કરતો રિપોર્ટ રજુ કરીને તા.27મી એપ્રિલના રોજ ચાર્જશીટ રજુ કર્યું હતુ. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કેસની સ્પીડી ટ્રાયલની નેમ સાથે તા.30મી એપ્રિલનાં રોજ ચાર્જફ્રેમની કાર્યવાહી કરી ચાર્જશીટ મુજબ કુલ 55 પૈકી 43 સાક્ષીઓ તથા 71 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરીને માત્ર 104 દિવસમાં કેસ કાર્યવાહી પુર્ણ કરી હતી.




જોકે સંપુર્ણપણે સાંયોગિક પુરાવા આધારિત કેસની ક્રમબધ્ધ કડીઓને એક સુત્રતાથી જોડવામાં આવતા  કેસ આરોપી વિરુધ્ધ કેસ પુરવાર થયો હતો. સરકારપક્ષે આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ વિરુધ્ધનો કેસ રેરસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોવાનું જણાવી પોક્સો એક્ટના ભંગના ગુનામાં આવેલા એમેન્ડમેન્ટને રજૂ કરી ઉચ્ચત્તમ અદાલતોના ચુકાદા રજૂ કર્યા હતા.




જેને માન્ય રાખી કોર્ટે આરોપી રામપ્રસાદને તમામ ગુનામાં દોષી ઠેરવી બે તબક્કે સંભવિત સજાના પ્રમાણનો ચુકાદો મુલત્વી રાખ્યો હતો. જયારે કોર્ટે પોતાના વિસ્તૃત્ત ચુકાદામાં આરોપીને હત્યાના ગુનામાં મૃત્યુ દંડ ફાંસીની સજા રૂપિયા 3 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી હતી. જ્યારે ભોગ બનનારના પરિવારને રૂપિયા 3 લાખનું વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application