સુરત LCBની ટીમે ચોરીની બાઈક સાથે એક આરોપીની અટક કરી પોલીસે બાઈક અને મોબાઈલ મળી કુલ 27 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત LCBની ટીમ ઘરફોડ ચોરી અને બાઈક ચોરીનાં ગુનાઓ વધી રહેલા હોય ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી જેના આધારે કામરેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંકલેશ્વર ખાતે રહેતો નૂર આલમ નામનો શખ્સ ચોરીની બાઈક લઈને કામરેજનાં વાવ ગામની સીમમાં બી.એન.બી. સ્કૂલની બાજુમાં આવેલ નહેર પાસે ઉભો છે અને તેણે શરીરે બ્લુ કલરનું ટી-શર્ટ તથા મહેંદી કલરની નાઈટ પેન્ટ પહેરેલ છે. આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાં બાઈક સાથે ઉભેલા શખ્સને ઝડપી લીધો હતો.
જોકે બાઈક બાબતે પૂછતાં તેણે કીમ ચાર રસ્તા ખાતે રહેતા તેના મિત્ર બચુએ કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે નૂર આલમ ગુલામ મુસ્તફા નઝાર (રહે.અંકલેશ્વર) નાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500