સુરતનાં ઓલપાડ તાલુકાનાં કીમ રેલવે ઓવર બ્રિજ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બનેલી આ અકસ્માતની ઘટનામાં મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે સદ્દનસીબે મોપેડ પર સવાર બે યુવકોનો બચાવ થયો હતો. અકસ્માત અંગે કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઓલપાડનાં કીમ ગામે રેલવે ઓવર બ્રિજ પર બાલાજી પેલેસની સામે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે બનેલ આ અકસ્માતની ઘટનામાં મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે અક્સ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પર ટ્રક મૂકી ભગી ગયો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.
કીમ પોલીસને જાણ કરવામાં આવતા કીમ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સદ્દનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સ્થળ ઉપરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કામરેજના લસકાણામાં રહેતા ત્રણ યુવકો તારીખ 30મીના રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/14/S/8380 લઈને બાઈક સવાર બ્રિજેશ રામ મિલન પાલ પોતાના અન્ય બે મિત્રો ઉમેશ અમરજીત પાલ અને શત્રુઘન ઉર્ફે ભોલો બુધપાલ લઈને બપોરના સમયે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
ત્યારે બાઈક વિજેશે બાઈકને રોડની બાજુમાં ઊભી રહેલ ટ્રકનાં પાછળ અથડાવી દીધી હતી. જેમાં બાઈક પર સવાર યુવકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન શત્રુઘન નામનાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500