Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડનાં મોરગામે તળાવમાં માછલી પકડવા ગયેલ યુવકને કરંટ લાગતાં મોત

  • November 30, 2022 

મૂળ ઝાડખંડના સીમગેડા જિલ્લાનાં અને હાલ સુરત જિલ્લા ઓલપાડ તાલુકાનાં મોરગામે ભાણા મોરાર ફળીયામાં રહેતા જીગ્નેશભાઈ રતિલાલ મોરકરનાં ઝીંગાતળાવ પર રહેતા રોશન વિમલ ટોપનો (ઉ.વ.27) નાઓ તળાવ પર રહી માછલી પડકવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે ગત સોમવારે મોડી સાંજે તળાવ પર રાબેતા મુજબ માછલી પકડી રહ્યો હતો ત્યારે તેનો ડાબો હાથ તળાવ કિનારે રાખેલા ઇલેક્સ્ટ્રીક વાયરને અડી જતા વિજ કરંટ લાગ્યો હતો યુવાનને તત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરતા જીજ્ઞેશ મોરકર નાઓએ ઓલપાડ પોલીસ મથકના ફરિયાદ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application