Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરી કરેલ મોટરસાઈકલ સાથે યુવક ઝડપાયો

  • August 25, 2022 

કામરેજનાં વેલંજા ખાતે આવેલ રંગોલી ચોકડી પાસેથી ચોરી કરેલ મોટર સાઈકલ સાથે એક યુવકને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. શાખાનાં પોલીસ માણસો કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ એક હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાઈકલ કાળા કલરની ચોરી કરેલ છે. જે મોટરસાઈકલ લઇ વેલંજા ખાતે આવેલ રંગોલી ચોકડી પાસે ઉભો રહેલ છે. જેને શરીરે બ્લુ અને ગ્રે કલરની નાની ચેક્સ વાળો આંખી બાયનો શર્ટ અને કમરે ગ્રે કલરની પેંટ પહેરેલ છે.




જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી કિશોર હિરાભાઇ લખાણી (ઉ.વ.29, હાલ રહે.રૂમ નં -3 અવસર બંગ્લોઝ રેસીડેન્સી વેલંજા ગામ, કામરેજ, મુળ રહે.સીયાનગર તાલુકો અને જિલ્લો બોટાડ) નાને ઝડપી પાડી તેની પુછપરછ કરતા પોતે બે દિવસ પહેલા સુરત શહેરના કાપોદ્રા ખાતે આવેલ શ્રી ક્રુપા ઇન્ડસ્ટ્રીઝની બહાર એવિશ ફેશન નામની દુકાન સામે પાર્ક કરેલી એક મોટર સાઈકલ સ્ટેરીંગ લોક વગરની પડેલ હતી.




જેથી મોટર સાઈકલ ડાયરેક ચાલુ કરી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. આમ પોલીસે આરોપીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીનાં ગુનાના સંદર્ભે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application