સુરત LCB પોલીસ સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમો સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પ્રોહી જુગાર અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી જેના આધારે LCB શાખાનાં ટીમ જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તી અટકાવા માટે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે રાત્રી દરમ્યાન પ્રોહી.વોચ અને પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન શનિવારનાં રોજ બોધાન ગામ પાસે આવતા સુરત ગ્રામ્ય LCBનાં ASI તથા પેરોલ ફર્લો સ્કોડનાં હેડ કોન્સ્ટેબલ નાઓને સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “બોધાન ગામે રહેતો અક્ષયભાઇ બહાદુરભાઇ વસાવાનાએ બોધાન ગામની સીમમાં તાપી નદીનાં કિનારે જવાના રોડ પર ઉમરફારૂક અબુ બકરની વાડીની બાજુમાં તાપી નદીના કીનારે જવાના કાચા રોડ ઉપર એક સફેદ કલરના ટાટા ટેમ્પો નંબર GJ/15/AT/7634માં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને ત્યાંથી મોટરસાયકલ ઉપર સગેવગે કરવાની પેરેવીમાં છે.
જે બાતમીનાં આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબનો ટેમ્પો જોઈ તપાસતા તેમાં ચોર ખાનું બનાવી સંતાડેલો 305 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ, પોલીસે સ્થળ ઉપરથી અનસ મુખ્તાર અહમદ (રહે.ગુલઝાર એપારમેન્ટ, ટાટા સ્કુલની બાજુમાં, દસ્તુરવાડ, નવસારી,) અક્ષયભાઇ બહાદુરભાઇ વસાવા (રહે.બોધાન ગામ, આંબલી ફળીયું, માંડવી) રાહુલભાઇ ચંદુભાઇ રાઠોડ અને (રહે.બોધાન ગામ, તાઇવાડ ફળીયું, માંડવી) નાની અટક કરી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની-મોટી કુળ 305 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 35,275/- તેમજ ટેમ્પો અને મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 1,65,275/-નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ મોકલનાર સેલવાસના જગદીશ અને રવિભાઈ નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500