Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પો અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં યુવકનું ગંભીર ઈજાનાં કારણે મોત

  • November 05, 2022 

બારડોલીથી સરભોણ તરફ જતા માર્ગ ઉપર ઈસરોલી ગામની સીમમાં આવેલા અલનુર સોસાયટી નજીક એક બાઈક અને છોટા હાથી ટેમ્પો સામસામે અથડાતા બાઈક સવાર યુવકનું ગંભીર ઇજાઓ સાથે ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મોડી સાંજના સરભોણ રોડ ઉપર આવેલા અલનુર સોસાયટી પાસેના માર્ગ ઉપરથી કપડાની ફેરી કરી ગુજરાન ચલાવતો તેજારામ ભીમારામ પટેલ (ઉ.વ.32) બાઈક ઉપર સવાર થઈ બારડોલીથી સરભોણ તરફ જઈ રહ્યો હતો.

તે સમયે ઇસરોલી ગામની સીમમાં આવેલા અલનુર સોસાયટી પાસેના માર્ગ ઉપર સામેના ભાગમાં સરભોણ તરફથી પૂરઝડપે આવતા એક છોટા હાથી ટેમ્પોના ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલક તેજારામને અડફેટમાં લીધા હતા. જે અકસ્માતમાં ગંભીર ઇજાઓ સાથે તેજારામનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન છોડી ભાગી છુટ્યો હતો. બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી સાથે ટેમ્પો ચાલકને પકડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application