Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત

  • November 30, 2022 

માંડવી ખાતે રહેતો યુવાન કામ અર્થે મોટરસાઇકલ લઈ ખેડપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી મોટરસાઇકલ ચાલકે યુવાનની મોટરસાઇકલ સાથે અથડાતા યુવાન રોડ પર પટકાતા 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મૂળ રાજકોટનાં વીંછીયાના અને હાલ સુરત જિલ્લાનાં માંડવી ખાતે જેસાભાઈ ગઢવીનાં તબેલામાં રહેતા અને ત્યાં જ કામ કરતા ભાવેશભાઈ રવજીભાઈ તાવીયા (ઉ.વ.28) નાઓ તા.27 નવેમ્બરનાં રોજ સાંજના સમયે પોતાની મોટરસાઇકલ લઈ માંડવીના વનદર્પણની સામે અંબાજી નાકાથી ખેડપુર તરફ જતા હતા.





તે સમયે સામેથી આવતી અજાણી મોટરસાઈકલનાં ચાલકે અડફટે લેતા ભાવેશભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જોકે અજાણી મોટરસાઇકલ ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ભાવેશભાઈને 108ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરતા મૃતકનાં નાના ભાઈએ માંડવી પોલીસ મથકના અજાણી મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application