સુરતનાં કામરેજ તાલુકાનાં વલથાણ ગામે રહેતો યુવક અને મોટરસાઇકલ પર માછલી વેચતો યુવક બલેશ્વર ગામે માછલી લેવા માટે ગયો તે સમયે રસ્તામાં બુલેટ સાથે અકસ્માત નડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકની પત્નીએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. મળતી માહિતી મુજબ, કામરેજનાં વલથાણ ગામે જુના હળપતિ વસાહતમાં રહેતા અનિલભાઈ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.38) જેઓ ગામેગામ માછલી વેચવાનો વ્યવસાય કરે છે.
જોકે 5 મહિના અગાઉ અનિલભાઈએ બજાજ પ્લેટીનાં મોટરસાઇકલ વેચાતી લીધી હતી અને એ લઈ મંગળવારનાં રોજ સાંજે રાબેતા મુજબ પ્લેટીના મોટરસાઇકલ નંબર GJ/05/GD/5658 લઈ બલેશ્વર ખાતે વેચવા માટેની માછલીઓ લેવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવતી વખતે બલેશ્વર ગામે નેશનલ હાઈવે નંબર-48 પર રોડ ક્રોસ કરતા હતા.
તે સમયે સંસ્કાર વિદ્યાસંકુલની સામે અમદાવાદથી મુંબઈ તરફ પુરઝડપે જતા બુલેટ GJ/19/BB/0001નાં ચાલકે અનિલ રાઠોડની પ્લેટીના મોટરસાઇકલની ધડાકાભેર અડફતે લેતા અનિલ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ અનિલ રાઠોડને 108ની મદદથી સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકની પત્ની રંજનબેન રાઠોડે બુલેટનાં ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500