કડોદરાની એક મિલમાં શનિવારે સાંજે લોડિંગ લિફ્ટથી કરંટ લાગતા કામદાર યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરત જિલ્લાનાં કડોદરામાં આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝના વિભાગ-8માં આવેલ પ્લોટ નંબર 27 પરનાં સંચા ખાતામાં રહેતા અને ત્યાં જ કામ કરતા રવીન ગજુભાઈ કલેસ (ઉ.વ.21).
જેઓ ગત તા.9 સપ્ટેમ્બરનાં રોજ મોડી સાંજે ખાતામાં કાપડના ટાંકા એક માળેથી ઉપરના માળે લઈ જવામાં વપરાતી ઇલેક્ટ્રિક લિફ્ટમાં નીચેથી કાપડના ટાંકા ભરી ચોથા માળે રહેલા નરેશભાઇ તોમરને લિફ્ટ પકડી લિફ્ટ ચોથા માળે લેવાનું કહેવા જતા લિફ્ટને અડતા જ જોરદાર કરંટ લાગ્યો હતો. જયારે ઇજા પામેલા રવીનને એમ્બ્યુલન્સની મદદથી સુરતની નિરામય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application