Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા કાર અડફેટે આવતાં બાઈક સવાર યુવકનું મોત

  • June 09, 2022 

લિંબાયતથી ભાઠેનાં જતા ફ્લાય ઓવર બ્રિજ પર અજાણ્યા કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભેસ્તાન આવાસમાં રહેતો ઝહીર મનસબખાન પઠાણ (ઉ.વ.22) બેલ્જિયમ ટાવરમાં મોડલિંગ સ્ટુડિયોમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો. જયારે ઝહીર બપોરે તેના શેઠની મોપેડ પર બેગમપુરા મોતી ટોકીઝ પાસે પાનની દુકાન ચલાવતા પિતાને મળવા માટે ગયો હતો.



ત્યારબાદ ઝહીર લિંબાયત ઓમનગર પાસે ભાઠેના તરફ જવાના બ્રિજ પરથી પસાર થતો હતો. ત્યારે પાછળથી પુરઝડપે આવતા એક અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઝહીરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application