પલસાણા તાલુકાનાં વરેલી ખાતે રહેતો યુવાન કામ અર્થે મોપેડ લઈ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બે ફામ આઇસર ટેમ્પા ચાલકે મોપેડને અડફતે લેતા યુવાનનાં માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના મૌઉ જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના વરેલી ગામે ગંગા મહેલ એપાર્ટમેન્ટના 301 નંબરના ફ્લેટમાં પત્ની રૂચિસિંગ અને માતા-પિતા સાથે રહેતો પવનસિંગ અયોધ્યાસિંગ રાજપૂત સોમવારે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં એક્ટિવા મોપેડ નંબર GJ/19/AG/6274 લઈ વરેલી પાટિયા પરથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.
તે દરમિયાન સુરત-કડોદરા રોડ પર વરેલી બસ સ્ટેન્ડની સામે સુરત તરફથી આવતી આઇસર ટેમ્પો નંબર GJ/05/CU/1085નાં ચાલકે અડફતે લેતા મોપેડ ચાલક પવનસિંગ રાજપૂતના માથા પરથી ટેમ્પાનું ટાયર ફળી વળતા પવનસિંગનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના પિતા અયોધ્યાસિંગ રાજપૂતે ટેમ્પા ચાલક વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application