સુરતનાં ઓલપાડ તાલુકાનાં મૂળદ ગામે રહેતો યુવક કાર લઇ નોકરીએથી ફરી રહ્યો હતો તેમ સમયે મૂળદ ગામે વળાંકમાં કાર ઝાડ સાથે અથડાવી દેતા ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં મુળદ ગામે હસ્તીવિલા સોસાયટીમાં ઘર નંબર-3માં રહેતા રણધીરસિંહ દેવેન્દ્રસિંહ નાઓ શુક્રવારના મોડી રાતે પોતાની બલેનો કાર નંબર GJ/05/RM/3084 લઈ અખંડ મિલમાંથી મશીન રીપેર કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે સયાદલા ગામની સીમમાં સાયણથી કિમ આવતા રસ્તા પર પુરઝડપે કાર રસ્તાની બાજુએ આવેલા ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી રાતે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઘવાયેલા રણજીતસિંહે પોતાના નાનાભાઈ સંજીવકુમારને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી જેથી સંજીવસિંહ તેના મિત્ર સાથે અકસ્માત વાળી જગ્યા ઉપર પહોંચે ત્યાં સુધી રણધીરસિંહ બેભાન પડી ચૂક્યા હતા.
જોકે સંજયસિંહ અને તેના મિત્રએ રણધીરસિંહને કારમાં લઈ સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. જોકે અકસ્માતમાં રણધીરસિંહને છાંતીના ભાગે ગંભીર ઇજાઓના કારણે ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સંજીવકુમારે કીમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500