સુરતનાં બારડોલી તાલુકાનાં મોરી ગામે રહેતો યુવક બપોરે માછલી પકડવા માટે ઘર નજીકની માઈનોર કેનાલમાં ગયો હતો, જ્યાં કેનાલના ભૂંગડામાં ફસાઈ જતા ગૂંગળામણમાં યુવકનું મોત નીપજ્યું હતુ. જોકે મોડી સાંજે પુત્ર પરત નહિ ફરતા માતાએ શોધખોળ કરતા કેનાલ નજીક પુત્રનાં કપડા નજરે ચડતા માતાએ ગામના લોકોને જાણ કરતા ગામનાં લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.
જેથી બારડોલી ફાયરની ટીમે ભારે જહેમત બાદ ભૂંગડામાં ફસાયેલા યુવકનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં મોરી ગામે 115 ગાળા ફળિયામાં રહેતો લાલુભાઈ નાનુભાઈ હળપતિ (ઉ.વ.23) તેની માતા સાથે રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ તો હતો.
જોકે સોમવારે મોડી સાંજે યુવક માછલી પકડવા માટે મોર ગામ માંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરનાં ભામૈયા ફાંટા સબમાઇનોર નહેરને બરડોલીથી કડોદ જતા રોડનાં ગરનાળાની વોનર સબમાઇનોર કેનાલમાં ઉતર્યો હતો. જયારે મોડી રાત સુધી લાલુ ઘરે પરત ન ફરતા પરિવાર જનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
જેથી માતાને નહેરના ભૂંગળા નજીક લાલુનાં કપડાં મળી આવતા તેઓએ ભૂગળામાં જોતા યુવક ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટના બાબતે બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્રણ કલાકની જહેમત બાદ ભૂંગળામાં ફસાયેલો યુવકને આખરે બહાર કાઢ્યો હતો.
બનાવ અંગે બારડોલી રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે ફાયર વિભાગની ટીમને યુવકનો મૃતદેહ કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી જેથી યુવકનો મૃતદેહ ભૂંગળામાંથી બહાર કાઢવા લોખંડની બિલાડી નાખવામાં આવી હતી અને લોખંડની બિલાડીમાં યુવકની અન્ડરવેર ફસાઈ જતા આખરે મૃતદેહ બહાર કઢાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500