Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમ-કુડસદ રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતાં યુવકનું મોત

  • October 06, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં કીમ-કુડસદ રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, 24 વર્ષીય મનોહરસિંગ લાલસિંગ રાજપૂત (રહે.ભિવંડી,મુંબઈ મૂળ રહે.કોસેલાવ, તા.સુમેરપુર,પાલી) જેઓ ભિવંડી ખાતે મેડિકલ સ્ટોર પર નોકરી કરતો હોય જે પોતાના વતન ભાઈ સાથે જઇ રહ્યો હતો.




તે સમયે ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રાણકપુર ટ્રેનના સી-3 ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે ચાલુ ટ્રેનમાં દરવાજાના પગથિયાં પર બેઠેલ મનોહરસિંગ કીમ-કુડસદ વચ્ચે રેલવે ગરનાળા પાસે ટ્રેનમાંથી પડી જતા મોત થયું હતું. બનાવ અંગે કોસંબા રેલવે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વાલી વરસોને શોધી લાશનું પીએમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application