સુરતનાં કામરેજ તાલુકાનાં ખોલવડ ખાતે રહેતા મૂળ મધ્યપ્રેશનાં જાંબુઆનાં મજૂર પરિવારનો યુવક દીવાળની કપડા ખરીદવા માટે ગયો હતો. તે દરમિયાન તેને અજાણ્યા વાહન ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મધ્યપદેશનાં જાંબુવા જિલ્લાનાં ઝરનીયા ગામનાં સુરેશભાઇ વરસીંગભાઇ ગમારાનો મજુર પરિવાર ખોલવડની ગુરૂકૃપા સોસાયટીમાં રહી છુટક મજુરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. જોકે તેઓ ગત તા. 23નાં રોજ સુરેશભાઇ મજુરી કામે ગયા હતા અને રાતે 8.00 વાગે પરત ઘરે ફરતા હતા.
તે સમયે મુંબઇથી અમદાવાદ જતા રોડ પર ખોલવડ ગામની હદમાં ગુરૂકૃપાં સોસાયટીની સામે માણસોનું ટોળુ ભેગું થયેલું હોય કુતુહલવશ જોવા જતાં પોતાનો નાનો ભાઇ રાકેશ (ઉ.વ.20) નાને અકસ્માત નડ્યો હતો અને બેભાન હાલતમાં લોહી લુહાણ પડેલો હોય જેને 108 મારફતે સુરત સ્મીમેરમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાત્રે સાડા દસ વાગે મોત નીપજ્યું હતું. સુરેશની બહેન સંગીતાબેને જણાવ્યુ હતું કે, દિવાળીનો તહેવાર હોય રાકેશભાઇ નવા કપડા ખરીદવા કામરેજ ચાર રસ્તા જવાનુ કહીને ઘરેથી ગયો હતો જેને વાહને અડફેટે લીધો હતો અને તેમનું મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application