સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટાફનાં માણસોને ગતરોજ ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે પલસાણાના માંખીગા ચેકપોસ્ટ પરના કટ પર એક શંકાસ્પદ હાલતમાં દેખાતી મહિલાની પૂછપરછ કરતા તેને પોતાનું નામ, ખુશ્બૂબેન રાકેશભાઈ જૈન (રહે.શિવાજી નગર પુણા ગામ,સુરત)નાં જણાવ્યું હતુ.
જોકે પોલીસે તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી જુદી-જુદી બ્રાંડની 174 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી સુરત શહેરના ભેસ્તાન ગામે ગણેશ નગરમાં રહેતી પિન્કીબેન સુનિલભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે મહિલાની અટક્યાત કરી 34,475/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500