Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડનાં સોંદલાખારા ગામે એક મહિલા વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપાઈ

  • August 25, 2022 

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઓલપાડ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પ્રોહિ. અંગની પેટ્રોલીગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઓલપાડનાં સોંદલાખારા ગામે લિસ્ટેડ બુટલેગર અરૂણાબેન વિપુલભાઇ પટેલ નાઓ રાકેશભાઇ કાંતીભાઇ પટેલના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને પોતે ઘરમાં છુટક વેચાણ કરે છે.




જે બાતમીનાં આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચતા ત્યાં હાજર બુટલેગર મહિલા  અરૂણાબેન વિપુલભાઈ પટેલ (રહે.સોંદલાખારા ગામ, મંદિર ફળીયુ, ઓલપાડ) નાઓ હાજર મળી આવતાં પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરમાંથી પ્લાસ્ટીકનાં કોથળાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બાટલીઓ મળી આવી હતી.



તેમજ તે સીવાય બીજો વિદેશી દારુનો જથ્થો હોવા બાબતે કડકાઇથી પુછતા મહીલાએ તેના ઘરની સામે રહેતા રાકેશભાઇ કાંતીભાઇ પટેલના મકાનમાં બીજો દારૂનો જથ્થો સંતાડયો હોવાનું કબુલ્યું હતું જેથી પોલીસે મહિલા પોલીસને સાથે રાખી તપાસ કરતા બંને જગ્યા મળી કુલ 720 નંગ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે દારૂ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,09,050/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી મહિલાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application