સુરતનાં પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ડિવોર્સી મોડેલ પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તેની સાથે માતાનાં ઘરે ઉમરવાડા ખાતે અઠવાડીયા રહેવા ગઈ હતી ત્યારે તેના બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૂપિયા 1.08 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 1.99 લાખની ચોરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી 26 વર્ષીય ડિવોર્સી પિંકીબેન દુબે બેલ્જીયમ સ્કવેર ખાતે મોડેલીંગનું કામ કરે છેઅને તેની 7 વર્ષની પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તે ગત તા.10મી ની રાત્રે પોતાના ઘરને લોક મારી ઉમરવાડા નવા કમેલા ખાતે રહેતી માતાના ઘરે રહેવા ગઈ હતી.
જોકે બીજા દિવસે સવારે 11 વાગ્યે તેના ઘરે પાણીની બોટલ મુકવા આવતા યુવાને ફોન કરી પૂછ્યું હતું કે, પાણીની બોટલ અંદર મુકું કે બહાર? આથી પિંકીબેને ઘરે તાળું છે તો બોટલ બહાર મૂકી દે તેમ કહેતા યુવાને તાળું તૂટેલું છે તેમ કહ્યું હતું. તે સમયે જ મકાન માલિકની પત્ની પૂજા નીચે ઉતરતા પિંકીબેને તેને ઘરમાં જઈ તપાસ કરવા કહેતા તેણે અંદર જોયું તો સામાન વેરવિખેર હતો.
જયારે ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી. તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂપિયા 91,500/-, સોના-ચાંદીના દાગીનાં અને રોકડા રૂપિયા 1.08 લાખ મળી કુલ રૂપિયા 1,99,500/-ની ચોરી કરી હતી. બનાવ અંગે પિંકીબેને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500