Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોપેડ પરથી નીચે પટકાયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

  • November 07, 2022 

સુરત ખાતે રહેતું દંપતી એક્ટિવા લઈ મુંબઈ મહાલક્ષ્મી દર્શનાર્થે ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે 10 દિવસ અગાઉ દંપતીને પલસાણા ખાતે હાઇવે પર મોપેડ સ્લીપ થતા અકસ્માત નડ્યો હતો જોકે ઘવાયેલા દંપતી પૈકી પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાંદેર ખાતેનાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ નંબર-74માં રહેતા સંતોષ સીતારામ ભાગવત (ઉ.વ.60) અને પત્ની સુનિતાબેન સાથે એક્ટિવા મોપેડ નંબર GJ/05/ML/2171 લઈ દિવાળી બાદ વેકેશનમાં મુંબઈ દહાણુ ખાતે મહાલક્ષ્મી મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા.

જ્યાંથી ગત તા.25 ઓક્ટોબરનાં રોજ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમીયાન મોડી રાતે નેશનલ હાઈવે નંબર-48 પર પલસાણા ગામની હદમાં હાઇવે પર હિમાલયા હોટલની સામે હાઇવે પર એક્ટિવા સ્લીપ થતા દંપતી રોડ પર પટકાયા હતા તે દરમિયાન બંનેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુનિતાબેનનું શનિવારનાં રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application