Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં ગુનાનો વોન્ટેડ આરોપી તાંતીથૈયા ગામેથી ઝડપાયો

  • January 05, 2023 

સુરત એલ.સી.બી શાખાનાં માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એલ.સી.બી શાખાનાં નાઓને બાતમી મળી હતી કે, પલસાણા પોલીસ મથકમાં નોંધાલેયા ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી નામે ભરતભાઇ મંગુભાઇ રાઠોડ (રહે.પીસાદ ગામ, બીલીયા ફળીયું, પલસાણા) નાને તાંતીથૈયા ગામના પાટીયા બસ સ્ટેશન નજીક રોડ ઉપર ઉભેલ છે. જે ઇસમે શરીરે ક્રીમ કલરનું આખી બાંયનું શર્ટ તથા કોફી કલરનો પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે સ્થળ ઉપર જઇ પકડી પાડી આરોપી વિરૂધ્ધમા કાર્યવાહી માટે કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News