કડોદરાથી બારડોલી મોડી સાંજે આવતી રીક્ષા ખાન પોઇન્ટ નજીકનાં માર્ગ પર અચાનક કૂતરૂ આવી જતાં બચાવવાની કોશિશ દરમિયાન રીક્ષા પલટી મારી જતા રિક્ષામાં સવાર એક આધેડ વયનાં પુરુષનું મોત થયું હતું. જોકે રીક્ષા ચાલકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા હતા. જયારે રીક્ષામાં બેઠેલા અન્ય બે સવારને પણ પગના ભાગમાં ઇજાઓ થતાં સારવાર હેઠળ હતા. મળતી માહિતી અનુસાર, કડોદરાથી બારડોલી આવી રહેલી એક રિક્ષા નંબર GJ/05/BW/4015 બારડોલી GIDC વિસ્તારમાં આવેલા ખાન પોઇન્ટ નજીકથી પસાર થતા હતા.
તે સમયે રસ્તામાં અચાનક કૂતરું આવી જતા અચાનક રીક્ષા પલટી હતી જેમાં ચાલક સહિત અન્ય ત્રણ મુસાફરોમાં વખતસિંહ દયાસિંઘ સોલંકી (ઉ.વ.72, રહે.હુડકો સોસાયટી, બારડોલી) નાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો પૈકીનાં ત્રીકમભાઈ સરાજીયાભાઈ ગામીત (રહે.રાનવેરી,વાલોડ) તથા દિક્ષિતા વિજયભાઈ સુરતી (ઉ.વ.25, રહે.તરસાડા, માંડવી) મળી બંનેને પગમાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500