Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ ગોડાઉન માંથી રૂપિયા 5.67 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

  • September 07, 2022 

પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામેથી જિલ્લા એલ.સી.બી. પોલીસે બંધ ગોડાઉન માંથી રૂપિયા 5.67નાં વિદેશી દારૂનો જથ્થો પકડી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં ગુના સંદર્ભે કડોદરા GIDC પોલીસે ગોડાઉન ભાડે આપનાર ઇસમને ઝડપી લીધો હતો. જોકે ગોડાઉન ભાડે આપવા અને CCTV કેમેરા લગાવવા સંદર્ભે જાહેરનામા ભંગ અન્વયે ગુનો દાખલ કરીને પરેશકુમાર કાંતીલાલ રામદાસ પટેલ, (રહે.એ/504, વિનાયક રેસીડેન્સી, પર્વત પાટીયા, સુરત) નાઓની અટક કરવામાં આવી હતી.




ત્યારબાદ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તાર ઘણાં બંધ ઔધોગીક એકમો, ગોડાઉનોનાં પ્રતિષ્ઠીત માલીકો માટે આ ચેતવણીરૂપ બનાવ હોય બંધ ઔધોગીક એકમ ગોડાઉન ભાડે આપતાં પહેલાં ખાતરીપુર્વક ભાડે લેનારનો હેતુ જાણીને સરકારશ્રી તરફથી સમયાંતરે નિર્દીષ્ઠ કરવામાં આવતાં શરતોનાં પાલનની બાંહેધરી લીધા બાદ જ ભાડુઆતને ભાડે આપવા કડોદરા GIDC પોલીસની જાહેર જનતાને અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application