Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શેઢાવ ગામેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

  • October 05, 2022 

કડોદરા જીઆઇડીસી પોલીસ મથકનાં પોલીસ કર્મીઓ રવિવારનાં રોજ પ્રોહીબિશન ડ્રાઇવમાં હતા જે દરમિયાન પી.આઇ.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શેઢાવ ગામે નિયોલ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ કાટિંગ થઈ રહ્યું છે. જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ગૌચરની ખુલ્લી જગ્યામાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નવ પેટીઓ મળી આવી હતી જેમાં કુલ 432 બોટલો મળી જેની કિંમત રૂપિયા 26,400/-નો મુદ્દામાલ કબ્જે કરી રાજુ શિલા નામનાં ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application