Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, એક વોન્ટેડ

  • July 20, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામની ઓમ રેસિડેન્સીનાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાંથી રૂપિયા 1.12 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસે આ ગુનામાં એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બગુમરા ગામે રહેતા મનીષ મારવાડીએ સૂર્યાન્સી રેસિડેન્સી પાસે આવેલી ઓમ રેસિડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો છે.




જે બાતમીનાં આધારે પોલીસે દુકાનમાં છાપો મારતા અંદરથી વિદેશી દારૂની 811 બોટલ મળી આવ્યો હતી જેની કિંમત રૂપિયા 1,12,700/- હોવાનું પોલીસે જણાવ્યુ હતું. જયારે પોલીસે આ ગુનામાં મનીષ ઉર્ફે મનીષ મારવાડી રામેશ્વર વ્યાસને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application