Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : કાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, બે વોન્ટેડ

  • October 01, 2022 

ઓલપાડ તાલુકાનાં પીંજરત ગામેથી એક ઈકો કારમાંથી પોલીસ રેડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઓલપાડ પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી જતી કે, ટુંડા ગામનો અનીલ ઉર્ફે નાનલો રમેશભાઇ પટેલ નાનો પોતાના કબ્જાની સફેદ કલરની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પીંજરત રાંગ ખાતે રહેતા પ્રકાશ નરોત્તમભાઇ પટેલના ઘરે આપવા જનાર છે.




જે બાતમીનાં આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસ સ્ટાફનાં માણસો સાથે રેડનું આયોજન કરતા વોચમાં ગયા હતા તે  દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આવતા જ પોલીસે તેને અટકાવવા જતા અંધારાનો લાભ લઇ ઇકો કારનો ચાલક ખેતરાડીમાં ભાગી છૂટ્યો હતો.




ત્યારબાદ પોલીસે ઇકો કાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની નાની મોટો બોટલો તથા ટીન બીયરની કુલ 12 પેટી જેમાં કુલ બોટલ મળી નંગ 350 જેની કિંમત રૂપિયા 75,600/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો કારની કિંમત મળી 2.5 લાખ મળી કુલ રૂપિયા 3,25,600/-નાં મુદ્દામાલ કબ્જે કરી અનિલ ઉર્ફ નાનલો રમેશભાઈ પટેલ (રહે.ટુંડા ગામ, ઓલપાડ) અને પ્રકાશ નરોત્તમભાઈ પટેલ (રહે.પીંજરત ગામ, ઓલપાડ) નાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application