પલસાણા તાલુકાનાં સેઢાવ ગામે સરદારનગર સોસાયટી નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ સ્ટાફનાં માણસો પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે પલસાણાનાં સેઢાવ ગામે સરદારનગર સોસાયટીથી પશ્ચિમ દિશાએ 500 મીટરના અંતરે અવાવરુ જગ્યામાં જાહેરમાં કાટિંગ સમયે કડોદરા પોલીસ પહોંચી જતાં પોલીસને જોઈ કાટિંગ કરતા ઇસમો ભાગી છૂટ્યા હતા.
જોકે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની કુલ 350 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 74,475/- હતી જોકે ગુનામાં સંડોવાયેલા ઋત્વિક રાજેશભાઈ માંહ્યવંશી (રહે.ચલથાણ ગામ, આનંદ નગર) અને સુનિલ ઉર્ફે કાલુ લોટન સદાશિવ (રહે.નવાગામ, ડીંડોલી) તેમજ એક સફેદ રંગની બ્લેનો કારનો ચાલક મળી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500