સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે ધારણા પ્રદર્શન અને મોંઘવારીની નનામી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. દૂધ તેમજ ગેસ સિલિન્ડર નનામી બનાવી રેલી યોજી હતી. સાથે જ ઘરેલુ ગેસનાં ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. જયારે દિવસે ને દિવસે વધતી મોંઘવારી સામે પ્રદેશ મહિલા કોંગ્રેસ આક્રમક બન્યું છે.
તેમજ રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં કાર્યક્રમો અપાઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે પણ એક કાર્યક્રમ અપાયો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો માંડવી બસ ડેપો ખાતે ભેગા થયાં હતાં. અને વધતી મોંઘવારીના વિરોધમાં બસ સ્ટોપ નજીક ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં સૌ ધરણા પર બેઠા હતા.
જેમાં ઘરેલુ ગેસનાં ભાવો જે પ્રમાણે સતત વધી રહ્યા છે જેની સામે કોંગી આગેવાનો એ બળાપો કાઢ્યો હતો. માંડવી ખાતે પ્રથમ ધરણા પ્રદર્શન યોજયું હતું અને બાદમાં સૌ કોંગી આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે રેલીમાં મહિલા કોંગ્રેસનાં કાર્યકરો પણ જોડાય અને રાંધણ ગેસનાં સિલિન્ડરની નનામી બનાવી મામલતદાર કચેરી સુધી રેલી આકારે નીકળ્યા હતા. રાંધણ ગેસની નનામી કાઢી અનોખો વિરોધ દર્શવ્યો હતો. જોકે માર્ગમાં જ પોલીસ પોહચી હતી અને સૌને અટકાવવામાં આવતા એક સમયે કોંગી આગેવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500