Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર યુવકે સામે પોલીસ ફરિયાદ

  • June 22, 2022 

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને સોસાયટીમાં જ રહેતો યુવક પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જોકે સીતાનગર પાસે રૂમમાં રાખી શરીર સબંધ બાંધ્યો હતો. જયારે બીજા દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસ ઊંચકી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા સમગ્ર કબૂલાત કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે બળાત્કાર સાથે ઍટ્રોસિટી ઍક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો હતો.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછામાં અર્ચના સ્કૂલ પાસે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ઇસરાજ ઉર્ફે કરણ મોહમ્મદ જલીલ ખાને ઘરની પાસે રહેતી કિશોરીને ­પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી ગત તા.19નાં રોજ ભગાડી ગયો હતો અને ઇસરાજે સગીરાને ભગાડી સીતાનગરમાં ભાડેથી રૂમ રાખી લઇ ગયો હતો.



જયારે સગીરાના પિતાએ વરાછા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જેમાં સગીરાના પિતાએ ઇસરાજ નામના ઇસમ પર શંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે સીસીટીવી ચેક કરતા આ વિધર્મી યુવક જ તેણીને લઇ ગયો હોવાનું સીસીટીવીમાંદેખાયું હતું જયારે બીજા દિવસે ઇસરાજ ઘરે આવતાની સાથે જ વરાછા પોલીસ ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application