સુરતનાં રાંદેર વિસ્તારમાં ફૂટપાથ પર પરચૂરણ ધંધો કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી મળવાના બહાને પોતાના ઘરે બોલાવી પ્રેમી અને તેના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. જયારે બીજા મિત્રનો યુવતીનો પ્રતિકાર કર્યો હતો. બનાવ અંગે ઉમરા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કથિત પ્રેમી સહિત બેની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારમાં રહેતી અને ફૂટપાથ પર પરચૂરણ ધંધો કરતી નિલમ (ઉ.વ.27) નજીકમાં જ ફૂટપાથ પર માસ્કનું વેચાણ કરતા જયેશ બોડેડકર નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
જયારે જયેશે નિલમને મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી. જયાં જયેશે નિલમ સાથે લગ્ન કરવાની લાલચ આપી શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ જયેશે પ્રેમિકા નિલમને તેના મિત્ર યોગી પવારને હવાલે કરતા તેણે નિલમ પર બળાત્કાર કર્યો હતો. પોતાનું ર્સ્વસ્વ પ્રેમીના હવાલે કરનાર નિલમને પ્રેમી જયેશે તેના મિત્ર યોગીને હવાલે કરતા ચોંકી ગઇ હતી.
જયેશે યોગીને હવાલે કર્યા બાદ તેના બીજા મિત્ર ધ્રૃવને હવાલે કરતા નિલમે તેનો પ્રતિકાર કરી તાબે થઇ ન હતી. જેથી જયેશે નિલમને માર પણ માર્યો હતો પરંતુ જયેશ અને તેના મિત્રોના સકંજામાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. નિલમ ભાગી જવામાં સફળતા જયેશે તેને કોઇને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી. પરંતુ નિલમે આ અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જયેશ અને યોગીને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500