Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPSCએ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનનાં ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા, દેશભરમાંથી શક્તિ દુબે ટોપર

  • April 22, 2025 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનના ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી છે. UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે. UPSCએ સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.


પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, IPS માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે. યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-30માં ત્રણ ગુજરાતીએ બાજી મારી છે. તેમાં પણ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ છે. આ યાદીમાં વડોદરાની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે. ચોથા ક્રમે શાહ માર્ગી, જ્યારે 30મા ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. UPSCની પરીક્ષામાં ઉતીર્ણ 241માંથી કુલ 30 ઉમેદવારો ગુજરાતના છે.


યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહેનાર શક્તિ દુબેએ 2018થી પરીક્ષાની તૈયારી કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરુ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે 15 દિવસ બાદ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2025 સુધી યુપીએસસી CSEના ઇન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઇન્ટરવ્યૂ રાઉન્ડની શરુઆત 7 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. યુપીએસસીએ CSE 2024 હેઠળ IAS, IPS, IFS સહિતની સેવાઓ માટે 1132 પદ માટે ભરતી યોજી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application