માંગરોળ તાલુકાનાં અણોઇ ગામેથી પોલીસે કતલ કરવા માટે કોસાડી ગામે લઈ જવાતા ગાય વાછરડા ભરેલી પીકઅપ ગાડીને ઝડપી પાડી હતી. માંગરોળ પોલીસ સ્ટાફનાં માણસોને બાતમી મળી હતી કે, અણોઈ ગામના કોલોની ફળિયા માંથી ગેરકાયદેસર રીતે ગાય વાછરડા કતલ કરવાના ઇરાદે પીકઅપ ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા હતા.
જે બાતમીનાં આધારે પોલીસે એક બોલેરો પીકઅપ ગાડી નંબર GJ/06/AV/9318 મળી આવી હતી સાથે એક ટુવીલ બાઇક GJ/05/ES/3947 મળી આવી હતી પોલીસને જોતા ત્રણ ઈસમો ભાગી છૂટયા હતા, જ્યારે સ્થળ ઉપરથી એક આરોપી ઝડપાઈ ગયો હતો તેનું નામ પુછતાં સદઇ સ્માઇલ શાહ (રહે.કોસાડી ગામ, તાપલા ફળિયું,માંગરોળ) નો હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ગાડીમાં તપાસ કરતા બે ગાય અને ચાર વાછરડા ટૂંકા દોરડા વડે ત્રાસદાયક સ્થિતિમાં બાંધેલા હતા ચારા પાણીની કોઈ વ્યવસ્થા ન હતી પોલીસે મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તોસીમ ઉર્ફે દાઉદ ઈલિયાસ શાહ (રહે.વસરાવી ગામ, માંગરોળ) અને બીજો ઈસમ રામુભાઈ વસાવા જેના પુરા નામની મને ખબર નથી.
આ બંનેને પીકઅપ લઈ અણોઇ ગામે રહેતા રમેશભાઇ ઉમેદભાઈ વસાવા પાસે ગાય વાછરડા લેવા મોકલ્યા હતા. આ ગાય વાછરડા કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાના હતા અને હું બાઇક લઈ સાથે આવ્યો હતો. પોલીસે બાઈક અને પીકઅપ બોલેરો ગાડી તેમજ ગાય વાછરડા મળી કુલ રૂપિયા 3,65,500/-નાં મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ગાય વાછરડા કતલ માટે વેચાણ કરનાર રમેશ ઉમેદ વસાવા અને નાસી છુટેલા તોસીમ ઉર્ફે દાઉદ ઇલીયાસ શાહ, રામુ વસાવા નાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500