Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Investigation : એમ્બ્યુલન્સમાંથી રૂપિયા 25.80 કરોડનાં બે હજારનાં દરની ડુપ્લિકેટ નોટ સાથે શખ્સ ઝડપાતા પોલીસ તપાસ શરૂ

  • September 30, 2022 

સુરત જિલ્લાનાં કામરેજ પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતાં રોડ પર નવી પારડી ગામની સીમમાં જામનગરનાં કાલાવડ વિસ્તારની એક ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સમાંથી રૂપિયા 25.80 કરોડના બે હજારનાં દરની ડુપ્લિકેટ નોટ સાથે એક શખ્સને ઝડપી લેતા ભારે દોડધામ મચી હતી. જોકે નોટ ઉપર ભારતીય રિવર્સ બેંક તેમજ કેવલ ફિલ્મનાં શુટિંગ માટે લખ્યું હોઈ પોલીસે પ્રાથમિક તબક્કે જાણવાજોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી હતી.




મળતી માહીતી અનુસાર, સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ ગતરોજ બપોરનાં સમયે હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અમદાવાદ તરફથી નેશનલ હાઈવે નંબર-48 પર નવીપારડી ગામની સીમમાં ગામની શિવશક્તિ હોટલની સામે જામનગરનાં તાલુકો કાલાવાડ વડાણા ખાતેની GJ/18/U/8912 નંબરની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરતા એમ્બ્યુલન્સમાંથી 6 સ્ટીલની પેટી માંથી 1290 બંડલમાં રૂપિયા 25.80 કરોડની બે હજારના દરની રિવર્સ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી નોટો ઉપર હિન્દીમાં ખાલી ફિલ્મના શુટિંગના ઉપયોગ માટે લખેલું હતુ.




જોકે ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા અને નોટ ઉપર હિન્દીમાં અને અંગ્રેજીમાં ભારતીય રિવર્સ બેંક તેમજ માત્ર સિનેમાના શુટિંગના ઉપયોગ માટે લખ્યું છે જયારે નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પરસોત્તમ કોટડીયાને ઝડપી લીધો છે. જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબ સિરિઝના શુટિંગમાં થનાર હોવાનું જણાવી રહ્યા છે પરતુ આ નોટને ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં કયા કારણો સર લઈ જવામાં આવતી હતી તે અંગે પૂછપરછ ચાલી રહી છે હાલ કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ કુલ રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ શરૂ કરી હતી.




ત્યારબાદ પ્રાથમિક પૂછપરછનાં જાણવા મળ્યું હતુ કે, પકડાયેલી એમ્બ્યુલન્સનાં ડ્રાઇવર હિતેશભાઈ કોટડીયા અને તેની પત્નીએ 2017માં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી  જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે હાલ પોલીસને નોટો લઈ જવાની ગતિવિધિ શંકાસ્પદ લાગતા પોલીસ તમામ પાસા તપાસ કરશે તેમજ આ પ્રકારની નોટ છાપવીએ ગુનો ગણાય કે નહીં એ અંગે રિઝર્વ બેન્ક અથવા સ્ટેટ બેંકના અધિકારીઓની મદદ લેવાશે હાલ આ નોટ સુરત યોગીચોક ખાતે રહેતા કોઈ ઈસમ પાસેથી આ નોટ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતુ તેમજ આ નોટ ક્યાં છપાઈ અને ક્યાં ઉદ્દશયથી છાપી એ અંગેની હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે હાલ જિલ્લાની તમામ એજન્સીઓ આ ગુનાના તપાસમાં લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application