મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં બામણામાળ ગામની સીમમાંથી પાસાર થતી નદીનાં કિનારે મહુવા તાલુકાનાં વહેવલ ગામનાં શખ્સે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરતનાં મહુવા તાલુકાનાં વહેવલ ગામનાં સેવાપૂરી ફળિયામાં રહેતા જીજ્ઞેશભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉ.વ.32) નાઓને આશરે બે માસ પહેલા બંને પગના થાપાનાં ભાગે જોઈંટમાં તકલીફ થતી હોવાને કારણે જીજ્ઞેશભાઈએ પ્રાઈવેટ દવાખાનામાં સારવાર કરાવી હતી તેમ છતાં સારું થયું ન હતું.
તેમજ તેમના નાના ભાઈનું પણ કેન્સરનાં કારણે મોત નીપજ્યું હતું જેથી પોતાને પણ કેન્સરની બીમારી હોત તેમ સમજી કંટાળી જઈ ગતરોજ બામણામાળ ગામની સીમમાંથી પાસાર થતી નદીનાં કિનારે આવેલ ઝાડી ઝાખારમાં ઝાડ સાથે નાયલોનનું દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે ગુણવંતભાઈ પટેલની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application