સુરતનાં કામરેજ તાલુકાનાં વાવ ગામ નજીક નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રકની અડફેટે લેતા મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે તેમનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનાં સીધી જિલ્લાનાં રહેવાસી અને હાલ સુરતનાં નવાગામ ડિંડોલી ખાતે આવેલી સાઈનાથ સોસાયટીમાં રહેતા અત્યભાન હરિહરપ્રસાદ પટેલ (ઉ.વ.53) બુધવારના રોજ પોતાની મોટરસાયકલ પર કીમથી કડોદરા પોતાના કામ અર્થે જઇ રહ્યા હતા.
તે સમયે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર-48 પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાં ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપની સામે પુઝડપે આવતી એક ટ્રકે તેમની મોટર સાયકલને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં અત્યભાનને 108 એમ્બ્યુલેન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત થયું હતું. આ અંગે મૃતકના વેવાઈ શૈલેન્દ્ર રામબહોર પટેલે કામરેજ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500