બારડોલી તાલુકાનાં કરચકા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘાસ કાપવા ગયેલા મઢીનાં શખ્સને ઝેરીલા સાપે ડંખ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બારડોલી તાલુકાના મઢી બેડી ફળીયામાં આવેલ પોલટ્રી ફાર્મમાં રહેતા વિજયભાઈ સેવકભાઈ ચૌધરી (ઉ.વ.42) મજૂરી કામ કરી જીવન ગુજરાત હતા.
જોકે ગત તા.24મી જૂનનાં રોજ સવારે 8 વાગ્યે તેઓ કરચકા ગામની સીમમાં આવેલ ભરતભાઇ ખીમજીભાઈ ચૌધરીનાં ખેતરમાં ઘાસચારો કાપવા માટે ગયા હતા. ત્યારે ડાબા પગની ઘૂંટીના ભાગે ઝેરીલા સાપે ડંખ મારતા તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. બનાવ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application