સુરતનાં માંગરોળ તાલુકાનાં આમોદ પાટીયા પાસે અવતાર નગરમાં મસ્જિદની પાસે રહેતા મહમદ નદીમ દસ્તગીર ખાન (ઉ.વ.35) જેઓ શનિવારનાં રોજ મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી પ્રગતિ ગ્લાસના મિલમાં નાઈટ શિફ્ટમાં નોકરી જઈ રહ્યા હતા.
તે સમયે માંગરોળ ગામની સીમમાં તેઓને એક ટ્રક ચાલક નંબર GJ/16/AV/8943નાં ચાલક સુરેન્દ્રસિંહ નરપતસિંહ શેખાવત નાએ ગંભીર રીતે અડફેટે લીધો હતો. જોકે આ અકસ્માતમાં નદીમ ખાનને શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે આ અકસ્માતમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રકને ઘટના સ્થળે મૂકી ભાગી છુટ્ટી હતો. બનાવ અંગે રાહદારીઓએ કંડકટરને ઝડપી લીધો હતો. ઘટના અંગે મૃતકના સાલા આસિફ સલીમ શેખે કોસંબા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application