સુરત એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમો બનાવી ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા મોટરસાઈકલ ચોરીના ગુનાઓ વધુ પ્રમાણમા બનતા હોય જેથી તપાસમાં નીકળ્યા હતા. તે દરમિયાન ગ્રામ્ય માણસોને બાતમી મળેલ કે, અમર મઠાર સમા (ઉ.વ.35) (રહે.403 કોહીનુર એપાર્ટમેન્ટ, કીમ ચોકડી, માગરોલ મુળ.રાજસ્થાન) નામનો ઇસમ એક નંબર વગરની ચોરીની મોટરસાઈકલ લઇ કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જવાના રસ્તા ઉપર નહેર પાસે ઉભેલ છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમીવાળો ઈસમ બાઇક સાથે ઉભેલ હોય જેને ઝડપી પાડ્યો હતો.
આમ, પોલીસે ઈસમ પાસેની મોટરસાઈકલ બાબતે પુછપરછ કરતા પોતાના મિત્રો સાથે ઓલપાડ તાલુકાના સીવાણ ગામની હદમાથી મોટરસાઈકલ ચોરી કરેલ હોવાનુ તથા આ સિવાય ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બકરોલ ગામેથી પણ મોટરસાઈકલ ચોરી કરી પોતાના રૂમની નીચે એપાર્ટમેન્ટનાં પાર્કિગમા રાખેલ હોવાનુ જણાવ્યું હતું.
તેમજ પાલોદ ગામની હદમાં કોહીનુર એપાર્ટમેટના પાર્કીંગમાંથી ચોરીની એક મોટરસાઈકલ તથા આરોપીના કબજામાંથી મળી આવેલ મોબાઈલ મળી કુલ્લ રૂપિયા 60,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500