સુરત એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, અનીકેત રાજપુત નામનો ઇસમ નંબર વગરની ચોરી કરેલી હીરો સ્પેલન્ડર પ્લસ મોટર સાઈકલ લઈ કડોદરા ક્રિષ્ના નગર જવાના રસ્તા ઉપર નહેર પાસે ઉભેલ છે જેને શરીરે લાલ કલરની ટી-શર્ટ તથા બ્લ્યુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઈસમ અનિકેત જયરામ સિંગ (રહે.કડોદરા, કૃષ્ણા નગર, નાના ભાઈની બિલ્ડીંગમા, મૂળ સમસ્તીપુર બિહાર) જણાઈ આવ્યુ હતુ.
જોકે ઈસમ પાસે મળી આવેલી મોટરસાઈકલ બાબતે સઘન પુછપરછ કરતા પલસાણા તાલુકાનાં બગુમરા ગામે આવેલ દર્શનવીલા બીલ્ડીંગનાં પાર્કીંગમાંથી મોટરસાઈકલ ચોરી કરેલી હોવાનું કબુલ્યું હતુ તેમજ આ સીવાય બીજી પણ મોટર સાઈકલ જોળવા ગામે આવેલ જોળવા રેસીડેન્સીમાંથી ચોરી કરી પોતાના બીલ્ડીંગના પાર્કીંગમા રાખેલ હોવાનુ જણાવતા પોલીસે આરોપી પાસેથી બંને મોટરસાઇકલ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 45,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડોદરા GIDC પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500