મૂળ ભાવનગરનાં પાલીતાણાનાં ઘેટીરોડ પર વિક્રમ નગરની રહેવાસી વૈશાલી બેન અરવિંદભાઈ વનાર (ઉ.વ.27) છેલ્લા એક વર્ષથી પરણિત લલિત ઉર્ફ ભીખુભાઇ ખીમજીભાઈ ચૌહાણનાઓ સાથે લિવ ઇન રિલેશનનાં સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નનસાડ ગામે મારુતિધામ એપાર્ટમેન્ટનાં પહેલા માળે 102 નંબરના ફ્લેટમાં રહેતા હતા. જોકે ગત તા.13 ડિસેમ્બરનાં રોજ લલિત તેની પ્રથમ પત્ની સાથે ચોટીલા જવાનું કહી ગયા હતા અને પરત નહિ આવતા યુવતીને મન દુઃખ થતાં યુવતીએ પોતાના ફ્લેટનાં અંદરથી દરવાજો બંધ કરી સિલિગ સાથે દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતુ. ઘટના અંગે યુવતીનાં ભાઈ ગોપાલ વનારે કામરેજ પોલીસ મથકના ઘટનાની જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application