કોસંબા પોલીસે પીપોદરા ગામની સીમમાં રૂપિયા 5.22 લાખની ચોરી કરનાર ઈસમને જામનગર જિલ્લા ખાતેથી ઝડપી લીધો હતો અને તેઓ પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કર્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ગુનાખોરી રોકવા અને તેના પર રોક લગાવવા માટે સુચનાને પગલે કોસંબા પોલીસે ચોરીના ગુનામાં નાસતા ફરતા ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીદારોને કામે લગાડ્યા હતા. કોસંબા પોલીસ સ્ટેશનના હદમાં પીપોદરા-કન્યાસી રોડ પર આવેલા માધવ ઇન્ડસ્ટ્રી કંપનીના માલિકે પોતાના ધધાં ઉપર ડ્રાઈવર તરીકે નોકરી ઉપર એક ઇસમને રાખેલ હતો.
ત્યારે બે અલગ અલગ જગ્યાએથી આવેલા ઊઘરાણીના રૂપિયા 5,52,680/- રોકડ રકમ લઈ તેઓ રફુચક્કર થઈ ગયો હતો. જેની જાણ કોસંબા પોલીસને થતા અલગ અલગ ટીમો બનાવી, બાતમીદારોના માહિતીના આધારે આરોપી યજ્ઞેશ ભટ્ટ (રહે.લાખા બાવર ગામ, જામનગર)નાને પોતાના ગામ લાખા બાવરથી કોસંબા પોલીસની ટીમ તેના ઘરેથી પકડી લાવી હતી. આમ પોલીસે ઝડપાયેલ ઇસમ પાસેથી ચોરીના રૂપિયા 5,22,000/-રોકડ રકમ જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી, હાલ કોસંબા પોલીસએ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500