વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે બારડોલી પોલીસ મથકનાં 250થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ દ્વારા નગરના મુખ્ય માર્ગ પર ફ્લેગ માર્ચ કરાયુ હતુ. તા.1 ડિસેમ્બરનાં રોજ ગુજરાતમાં વિધાનસભાની બેઠકોને લઈ મતદાન થનાર છે. જેને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ પણ તમામ કામગીરીને લઈ કમર કસી લીધી છે.
તેના ભાગરૂપે બારડોલી ખાતે પોલીસ તંત્ર દ્વારા મુખ્ય માર્ગ પર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ફ્લેગ માર્ચમાં બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, GRD તેમજ બહારથી આવેલા પેરા મિલિટરીના 250થી વધુ જવાનો અને મહિલા કર્મીઓ જોડાયા હતા. બારડોલીના સરદાર ચોક નજીક આવેલ પોલીસ મથકથી ફ્લેગ માર્ચની શરૂઆત કરવામાં આવી હતી. જે ફ્લેગ માર્ચમાં બારડોલી ડિવિઝનનાં DYSP, P.I, PSI, તેમજ પેરા મિલિટરીનાં અધિકારીઓની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500