સુરત શહેરનાં ભાઠાગામમાં રાતે એક મકાનમાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેની બાજુમાં આવેલું બીજા મકાન પણ આગની ઝપેટમાં આવતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, ઇચ્છાપોરમાં ભાઠાગામમાં બોમ્બે કોલોનીમાં રહેતા જયંતિભાઈ છોટુભાઈ રાઠોડનાં ઘરમાં સોમવારે રાત્રે અચાનક આગ લાગી હતી. જેથી ઘરમાં પરિવારનાં સભ્યો અને આજુ-બાજુનાં લોકો બહાર દોડી આવ્યા હતા.
જોકે જોત જોતામાં આગ ફેલાતા બાજુનો મકાન પણ ઝપેટમાં આવ્યુ હતું. જોકે બંને મકાનો ભડભડ સળગવા લાગતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જયારે કોલ મળતા ફાયરની 6 ગાડી સાથે પહોંચી લાશ્કરોએ એકથી સવા કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં એક મકાન સંપૂર્ણ બળી ગયું હતું અને બીજો મકાનનાં પાછળો ભાગ બળી જવાની સાથો સાથ ઘર વખરી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયુ હતું. જયારે આ બનાવમાં ઇજા કે જાનહાની થઇ નથી. આગ શોર્ટ સર્કિટનાં લીધે લાગી હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application