બારડોલીનાં ધુલિયા ચાર રસ્તા નજીક આવેલા બાલાજી વેફરનાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. જોકે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાંચ જેટલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
જોકે આ આગમાં સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. બારડોલી ખાતે ધુલિયા ચાર રસ્તા નજીક બાલાજી વેફરનું ગોડાઉન આવેલું છે જે ગોડાઉનમાં આજરોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ગોડાઉનમાં મુકેલ વેફર તેમજ નમકીનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ આગની ચપેટમાં ગોડાઉનમાં મુકેલા 11 જેટલા ટેમ્પાઓ બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમને કરાતા બારડોલી, કામરેજ તેમજ પી.ઇ.પી.એલ ફાયરની પાંચ જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી.
તેમજ સ્થળ ઉપર આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે ચાર કલાકની જહેમત બાદ ફાયરની ટીમને સફળતા મળી હતી. જયારે ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટ થવાનાં કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. જોકે સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી જેથી લોકોએ રાહતનાં શ્વાસ લીધા હતા. પરંતુ ઘટનામાં લાખોની મત્તાનું નુકશાન થવા પામ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500