સુરત શહેરનાં સરથાણાનાં વિસ્તારનાં BRTS બસ સ્ટેન્ડ પર સવારનાં સમયે મુસાફરોને લઈને ઉભેલી એક BRTS બસમાં આગ લાગતા સ્થળ ઉપર ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોકે, બસની અંદર બેઠેલા 10 જેટલા મુસાફરો અને ચાલકે સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા જીવ બચી ગયા હતા. ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, અમરોલીનાં કોસાડ આવાસથી સવારે BRTS બસ સરથાણા નેચર પાર્ક જવા માટે નીકળી હતી.
તે સમયે સરથાણાના BRTS બસ સ્ટેન્ડ પર ઉભેલી બસમાં આગળનાં ભાગે એન્જીનમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જોકે, ધુમાડાની ગંધ આવતા બસ ચાલક અને બસમાં બેસેલા ચાર મહિલા સહિત 10 વ્યક્તિઓ તરત નીચે ઉતરી ગયા હતા.
તેમજ જોતજોતામાં થોડીકવારમાં બસમાં આગ લાગી ગઈ હતી. બનાવને પગલે બસ સ્ટેન્ડ સહિતનાં લોકોમાં ભારે અફડાતફડી અને ભાગદોડ થઈ જવા પામી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા કાપોદ્રા અને પુણાગામ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સતત પાણીનો છંટકાવ કરતા 20 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો અને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે, બસ ચાલકએ સમય સૂચકતા વાપરીને પોતે તેમજ અંદર બેઠેલા મુસાફરોને સમય સૂચકતા વાપરીને બાહર કાઢી લીધા હતા. ચાર મહિલાઓ તેમજ 6 પુરુષો સહીત 10 જેટલા મુસાફરોનાં જીવ બચી ગયા હતા અને મોટી જાનહાની ટળી ગઈ હતી. જોકે આગની લપેટમાં આવતા આખી બસ સળગી ગઈ હતી જે અંગે ફાયર ઓફિસરએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500