સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મહિધપુરા પોલીસ મથકની સામે મોડી રાત્રે એક જૂનું જર્જરીત બે માળનું મકાનનો ભાગ ધરાશયી થતાં સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જેના લીધે સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર, મહિધપુરા પોલીસ મથકની સામે આવેલા તૈયબી મોહલ્લામાં એક જૂનું જર્જરીત બે માળનું મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલું હતું.
જોકે શુક્રવારની મોડી રાતે મકાનનો એક સાઇડનો ભાગ અચાનક ધરાશયી થઈ ગયો હતો. જેના લીધે ઘટના સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી જવા પામી હતી. જોકે મકાનની નીચે પાર્ક કરેલા ચાર મોપેડ, એક રીક્ષા અને ટેમ્પો કટમાળ નીચે દબાઈ જવાના કારણે તમામ વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
જયારે બાતમી મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને આજુ-બાજુનાં મકાનોમાં તિરાડ પડી હોવાથી રહીશોને સલામતી માટે બહાર કાઢી લીધા હતા. જયારે વરસાદ સાથે ભારે પવન ફુંકાઇ રહ્યો હોવાથી આ ઘટના બની હોવાની શક્યતા છે જયારે આ ઘટનામાં ઇજા કે જાનહાની ન થતાં રાહતનો રાહતનો શ્વાસ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500