સુરત જિલ્લાનાં માંડવી ખાતે એક નરાધમે 12 વર્ષીય બાળકીને અડપલા કરી શરીર સબંધ બાંધવા પ્રયત્ન કરતા બાળકી રડી પડતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાળકીનાં ઘર નજીક મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં પીપરડી વિસ્તારમાં રહેતી આદિવાસી સમાજની 12 વર્ષીય બાળકીને માંડવીના ફૂલવાડી ગામે રહેતો ગણેશ જામલસિંગ કોટવાડિયા નામનો શખ્સ મંગળવારનાં રોજ મોડી સાંજે સમજાવી પતાવી રૂપેણ ગામની હદમાં આવેલ ધોબણી નાકાથી ઝંખવાવ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નહેરમાં ડાબી તરફની બાજુએ આવેલ ઝાડી ઝાંખરમાં લઈ ગયો હતો.
જયા બાળકીનાં ગુપ્ત ભાગે હાથ ફેરવી છાતીનાં ભાગે સ્પર્શ કરી બળજબરી શારીરિક સબંધ બાંધવાની કોશિશ કરી હતી બાળકી ડરી જતા રડવા લાગી હતી જેથી ગણેશ ગભરાઈ જતા તેણે બાળકીને આવત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાળકીને પોતાના ફળિયામાં રમતી મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે બાળકીએ માતાને વાત કરતા બાળકીની માતાએ માંડવી પોલીસ મથકનાં ગણેશ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500