કામરેજના વાવમાં SRPમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નોકરીએથી છૂટી ઘરે જતી વખતે પલસાણા નજીક હાઇવે પર ગાડી થોભાવી ગાડીમાં રહેલી 10થી વધુ એલોપેથીકની વિવિધ દવાઓ પી લેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે પોલીસ તપાસમાં આર્થિક સંકડામણનાં કારણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાંસદાનાં ઉનાઈ ગામે સીંધોઇ ખાતે રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.30) નાઓ છેલ્લા કેટલાક વર્ષથી કામરેજનાં વાવ ખાતે આવેલ SRP ગ્રૂપ-11માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
જોકે શુક્રવારનાં મોડી સાંજે 7 વાગ્યાનાં અરસામાં નોકરીએથી પોતામાં ઘરે સીંધોઇ જતી વખતે પલસાણાથી બારડોલી તરફ જતા રોડ પર મલેકપોર ગામના પાટીયે કાર થોભાવી ગાડીમાં રહેલી 10થી વધુ એલોપેથીકની જુદી-જુદી દવાઓ પી લેતા બેભાન થઈ ગયા હતા. જયારે ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પલસાણા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કોન્સ્ટેબલને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
જોકે હાલ કોન્સ્ટેબલ ભાનમાં હોવાનું જાણવા મળ્યું હતું ઘટના અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા કોન્સ્ટેબલે લીધેલી કારના બેંકમાં હપ્તા છેલ્લા કેટલાક સમયથી ભરી શકતો નહિ હોવાથી તેમજ પત્નીની ડિલિવરી જેવા ઘરના પ્રસંગોમાં આર્થિક સંકડામણ પડતા હતાશ થયેલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500