Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : બે પિતરાઈ ભાઈઓ વચ્ચે મકાનની હદ બાબતે બોલાચાલી થયા બાદ મારમારી કરતા એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

  • September 10, 2022 

સુરતનાં કામરેજ તાલુકાનાં નવાગામમાં સુપડી ફળિયામાં બની રહેલા નવા મકાન બાબતે આજુબાજુમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ વચ્ચે હદ બાબતે બોલાચાલી થયા બાદ બને પરિવાર સેન્ટિંગના સળિયા લઈ એકબીજા સાથે મારમારી કરતા એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં નવાગામ ખાતે સુપડી ફળિયામાં રહેતા હસમુખભાઈ છનાભાઈ પટેલ જેઓ પોતાનું નવું મકાન બનાવી રહ્યા છે. જોકે ગત તા.31એ કરેલી માપણી આધારે તેઓ બાંધકામ કરવી રહ્યા હતા.




તે સમયે પડોશી કાકાભાઈ મનહરભાઈ નગીનભાઈ પટેલ અને તેનો પરિવાર હસમુખ પાસે આવ્યા અને પોતાની હદમાં સેન્ટિંગનું કામ કરાવવા માટે કહ્યું જે વાતને લઈ બને પરિવાર વચ્ચે રકઝક થયા બાદ મકાનમાં સેન્ટિગમાં વપરાતા સળિયા વડે બને પરિવાર એકબીજા સાથે ઝગડવા લાગ્યું જેમાં હસમુખભાઈ પટેલને તેમજ તેના પુત્ર રજતભાઈને ઇજાઓ થઈ હતી. જ્યારે સામે તરફ નીલેશભાઈ મનહરભાઈ પટેલને સામાન્ય ઇજાઓ થતાં બંને કાકા ભાઈનાં પરીવાર એકબીજા સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application