Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભુરીખાડીમાં પાણી જોવા ગયેલ બાળકનાં સાઇકલનું બેલેન્સ ખોરવાઇ જતાં પુલ પરથી પાણીમાં પડ્યો, ફાયર ટીમની કામગીરી શરૂ

  • September 16, 2022 

પલસાણા તાલુકાનાં એના ગામે આહીર ફળિયામાં રહેતો 10 વર્ષીય બાળક બાજુનાં ફળિયામાં ટ્યુશન ગયો હતો અને પરત આવી અન્ય બાળકો સાથે સાઇકલ લઈ રમવા માટે નીકળ્યો હતો તે સમયે રસ્તે આવતી ભૂરીખાડીમાં મિત્રો સાથે સાઇકલ લઈ પાણી જોવા માટે જતા હતા.




જ્યાં દેવકુમારની સાઈકલનું બેલેન્સ ખોરવાઇ જતા પુલ પરથી સાઇકલ સાથે પાણીમાં પડ્યો હતો. ઘટના અંગે બારડોલી ફાયર અને કામરેજ ફાયરની ટીમે શોધખોળ કરી હતી પંરતુ રાત્રીનાં અંધારાનાં કારણે બાળકની શોધવાની કામગીરી બંધ કરી હતી જેથી વહેલી સવારે ફરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે હજુ સુધી વિદ્યાર્થીની કોઈ ભાળ મળી નહિ હોવાનું જાણવા મળ્યું છે.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં એના ગામે આહીર ફળિયામાં રહેતા પિન્ટુભાઈ આહીર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમનો એકને એક 10 વર્ષીય દીકરો દેવકુમાર એના સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરે છે. જોકે ગતરોજ સાંજનાં 5 વાગ્યાનાં સમયે દેવકુમાર સાઇકલ લઈ બાજુના ફળિયામાં ટીચરને ત્યાં ટયુશન ગયો હતો અને ટયુશનથી આવી ચોપડા મૂકી ફળિયાના મિત્ર સાથે સાઇકલ લઈ પાદર ફળિયામાં ભુરીખાડીમાં પાણી જોવા માટે ગયા હતા.




તે દરમિયાન દેવકુમાર અને તેના મિત્રો સાઇકલ લઈ ખાડીના પુલપર પહોંચ્યા હતા અને દેવકુમારનની સાઈકલનું બેલેસન ખોરવાઈ જતા તે સાઇકલ સહિત ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં પડ્યો હતો દેવને પાણીમાં પડેલો જોઈને તેના મિત્રોએ બુમાબુમ કરી મુકતા લોકટોળુ ભેગું થઈ ગયું હતું.




પરંતુ ત્યાં સુધી તો દેવકુમાર પાણીમાં પ્રવાહમાં ડૂબી જતા અદ્રશ્ય થઈ ચુક્યો હતો સ્થાનિકોએ તરત પલસાણા પોલીસ મથકના જાણ કરતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરી હતી બારડોલી ફાયરની તેમજ કામરેજ ફાયરની ટિમ ઘટના સ્થળે આવી ખાડીના પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.




જોકે બંને ફાયરની ટીમે બે કલાકથી વધુ સર્ચ કરતા અંધારું થવાથી અને પાણીના ધસમસતા પાણીના પ્રવાહના કારણે ફાયરે ગતરોજ મોડી રાતે સર્ચ ઓપરેશન બંધ કર્યું હતુ પણ બાળકનો ભાળ નહિ મળતા આજરોજ સવારથી બાળકનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે પલસાણા પીલોસે હાલ બાળકની વિગત મેળવી જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે જયારે આહીર પરિવારનાં એકનો એક દીકરો તણાઈ જવાથી હાલ આહીર પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application